મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીમાં ભૂંડોના ત્રાસથી ખેડૂતો પરેશાન, ઉગ્ર આંદોલનની ચીમકી

નસવાડી તાલુકામાં ભૂંડોના ત્રાસથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. કંડવા ગામની સીમમાં અમીના ફાર્મ

તસવીર: gstv

નસવાડી તાલુકામાં ભૂંડોના ત્રાસથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. કંડવા ગામની સીમમાં અમીના ફાર્મ પાસેના ખેતરોમાં ભૂંડોના ટોળાં ઘૂસી કપાસના ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા હોવાની ખેડૂતોની ફરિયાદ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ભૂંડો કપાસના છોડ ઉખેડી નાખે છે અને પાકને રોળી નાખતા તૈયાર થયેલા મોલને નુકસાન થઈ રહ્યું છે. ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાકને ભૂંડોથી નુકસાન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ ભૂંડોના ત્રાસનો કાયમી નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે અને સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો