મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વારાણસીમાં ગંગાની જળસપાટી સ્થિર: પૂરની સ્થિતિ યથાવત

ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસીમાં ગંગા નદીની જળસપાટી ભયજનક નિશાન નજીક પહોંચ્

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસીમાં ગંગા નદીની જળસપાટી ભયજનક નિશાન નજીક પહોંચ્યા બાદ હવે સ્થિર થઈ છે, પરંતુ પૂરનો ખતરો હજુ પણ યથાવત છે. નદીના પાણી કિનારાના વિસ્તારોમાં ફરી વળતા વિખ્યાત ઘાટોનો સંપર્ક તૂટી ગયો છે અને પ્રસિદ્ધ ગંગા આરતી પણ માર્ગો પર કે ઊંચાઈવાળા સ્થળોએ યોજવાની ફરજ પડી છે. વારાણસીના નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી હજારો લોકો પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા પૂર પીડિતો માટે રાહત શિબિરો અને બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને રાહત સામગ્રી પહોંચાડી રહી છે. જળસપાટી સ્થિર થવાથી લોકોએ થોડી રાહત અનુભવી છે, છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ પણ સંપૂર્ણ એલર્ટ રાખવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો