VIDEO: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ
અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસને મોટી સફળતા મળી છે. UGVCLના વીજ થાંભલા પરથી ૧૧ kv લાઇનના વાયર ચોરતી રાજસ્થાન

અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસને મોટી સફળતા મળી છે. UGVCLના વીજ થાંભલા પરથી ૧૧ kv લાઇનના વાયર ચોરતી રાજસ્થાનની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને પોલીસે ૬ આરોપીઓની અટકાયત કરી છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વીજ વાયર ચોરીના બનાવો વધી રહ્યા હતા. નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ 6 લોકોની પૂછપરછ કરાતાં તેમણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ કામગીરીથી કોઠ અને ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ૩ ભેદ ઉકેલાઈ ગયા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧ હજાર ૮૦ મીટર એલ્યુમિનિયમ વાયર, બોલેરો પીકઅપ, મારુતિ કૅરી, ૭ મોબાઇલ, રોકડ રકમ અને વાયર કટર સહિત કુલ ૬ લાખ ૫૦થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




