VIDEO: વડોદરાનો સાંસ્કૃતિક વારસો ગણાતું ગાંધીનગર ગૃહ બિસ્માર અને બંધ હાલતમાં, કલાકારોમાં રોષ
વડોદરા શહેરની સાંસ્કૃતિક ઓળખ સમાન અ

વડોદરા શહેરની સાંસ્કૃતિક ઓળખ સમાન અને ઐતિહાસિક હાર્દ સમા ગાંધીનગર ગૃહની આજે અત્યંત જર્જરિત અને બિસ્માર હાલત જોવા મળી રહી છે. ૧૯૫૬માં સ્થાપાયેલું આ નગરગૃહ, જ્યાં એક સમયે ૧૯૭૨થી નાટકો, ગરબા, ભવાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ધમધમતું હતું, તે વર્ષ ૨૦૨૪થી સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. આજે આ પરિસરમાં ઝાડ-ઝાંખરા ઉગી નીકળ્યા છે અને ચારેય તરફ સન્નાટો છવાયેલો છે. પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયા બાદ પણ પુનઃનિર્માણ અંગે કોઈ સ્પષ્ટતા નથી. કલાકારોની રોજીરોટી અને ભાવનાઓ જોડાયેલી હોય, સ્થાનિકોમાં સવાલ ઊઠી રહ્યો છે કે વડોદરાના આ સાંસ્કૃતિક સ્થળને ક્યારે નવજીવન મળશે.



