મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વીજ ઈજનેરની ફરજમાં રુકાવટ બદલ પૂર્વ ભાજપ પ્રમુખને જેલની સજા

જૂનાગઢની અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે વીજ ઈજનેરની ફરજમાં રુકાવટ ઊભી કરવાના

તસવીર: gstv

જૂનાગઢની અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે વીજ ઈજનેરની ફરજમાં રુકાવટ ઊભી કરવાના કેસમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ જ કેસમાં જુનિયર ઈજનેરને થપ્પડ મારનાર પાતાપુરના દિલાવર બાબુ ધંધુકિયાને પણ બે વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. ૧૬ મે ૨૦૧૭ના રોજ જૂનાગઢ આઝાદ ચોક સ્થિત પીજીવીસીએલ કચેરી ખાતે જુનિયર ઈજનેર હસમુભાઈ સાવલિયા સાથે ગેરવર્તણૂક કરી ધમકી આપી ફરજમાં અડચણ ઊભી કરાઈ હતી. સરકારી વકીલ ડો. કે.ડી. કારિયાની દલીલો ધ્યાને લઈ જજ એ.કે. ભટ્ટે આ ચુકાદો આપ્યો છે. આજે કોર્ટમાં ગેરહાજર રહેલા બંને આરોપીઓને જેલમાં મોકલવા તાકીદે વોરંટ ઇશ્યૂ કરી એસ.પી.ને મોકલવા આદેશ કરાયો છે.

આ સમાચાર શેર કરો