VIDEO: વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર એક્શનમાં, જૂની ગઢીમાં કરાયું ફૂટ પેટ્રોલિંગ
સંસ્કારી નગરી વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી સમગ્ર રાજ

સંસ્કારી નગરી વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં સૌથી મોટા પાયે થાય છે, સાતમના દિવસે સંવેદનશીલ ગણાતા જૂની ગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા યોજાનાર છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ જૂની ગઢી વિસ્તારમાં રૂબરૂ પહોંચીને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. અનંત ચૌદશ અને સાતમના બંદોબસ્ત માટે એક જોઈન્ટ CP, એક એડિશનલ CP, 11 DCP, 13 ACP, 47 PI, 87 PSI અને 2500 પોલીસ જવાનો સાથે 1500 હોમગાર્ડ, SRP, CISF તથા RAF ની ટુકડીઓ ખડેપગે તૈનાત રહેશે.




