VIDEO: નવસારીમાં એનાલોગ પનીરના ગેરકાયદેસર ઉપયોગ સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની લાલ આંખ, 20 હોટલોમાંથી સેમ્પલ લીધા
રાજ્યભરમાં એનાલોગ પનીરના ઉપયોગને લઈને ફૂડ

રાજ્યભરમાં એનાલોગ પનીરના ઉપયોગને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સક્રિય બન્યો છે, જેના ભાગરૂપે નવસારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરની વિવિધ હોટલોમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એનાલોગ પનીરની વાનગીઓ બનાવીને ગ્રાહકોને પીરસવી ગેરકાયદેસર હોવાથી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત હાલ નવસારી શહેરની આશરે 20 જેટલી હોટલોમાંથી પનીરના શંકાસ્પદ નમૂનાઓ એકત્રિત કરીને ગુણવત્તા ચકાસવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગની આ અચાનક કાર્યવાહીથી ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન તપાસ જારી રહેશે તેમ જાણવા મળ્યું છે.




