મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માછીમાર યુવકોએ ગણેશ વિસર્જનના સંદેશ સાથે અનોખી થીમ તૈયાર કરી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બંદરના દરી ફળિયાના માછીમાર યુવકોએ ગણેશ વિસર્જનને લ

તસવીર: gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બંદરના દરી ફળિયાના માછીમાર યુવકોએ ગણેશ વિસર્જનને લઈને ખાસ થીમ તૈયાર કરી છે. ગણેશજીના આગમન બાદ વિસર્જન સમયે જોવા મળતા દૃશ્યો અને ભગવાનના અનાદર અંગે આ થીમ મારફતે સંદેશ આપવામાં આવ્યો છે. માત્ર ઉજવણી અને આનંદ પૂરતો ગણેશોત્સવ સીમિત ન રહે, પરંતુ ભગવાન ગણેશને ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવે તેવો સંદેશ યુવકોએ આપ્યો છે. સાથે જ પર્યાવરણની રક્ષા અને ભગવાન પ્રત્યે આદરની ભાવના જાળવવા અપીલ કરવામાં આવી છે. આજની યુવા પેઢી ગણેશોત્સવને માત્ર મોજ-મસ્તીનો તહેવાર નહીં, પરંતુ ભક્તિ અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડે તેવો સંદેશ આપવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો