VIDEO: રાજકોટમાં રહેણાક મકાનમાં આગની ઘટના
રાજકોટમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા નંદા હોલ પાછળના સુભાષનગર વિસ્તારમાં મ

રાજકોટમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા નંદા હોલ પાછળના સુભાષનગર વિસ્તારમાં મધરાત્રે એક રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી હતી. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મકાનની અંદર ફસાયેલા પાંચ લોકોને ફાયર વિભાગે સમયસર અને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિ દાઝી નથી અને કોઈને ઈજા પણ પહોંચી નથી.




