VIDEO: રાજકોટમાં આજે પણ મેઘરાજાની સતત મહેર
રાજકોટમાં ગઈકાલે ચાર ઇંચ જેટલા ભારે વરસાદ બાદ આજે પણ મેઘરાજાએ વિરામ લીધો નથી. શહેરમાં વહેલી સવારથી ધીમીધાર

રાજકોટમાં ગઈકાલે ચાર ઇંચ જેટલા ભારે વરસાદ બાદ આજે પણ મેઘરાજાએ વિરામ લીધો નથી. શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણ ફરી વરસાદમય બન્યું છે. સામા કાંઠા, રેલનગર, રેસકોર્સ, જામનગર રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલના ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે આજે પણ તંત્ર એલર્ટ મોડ પર છે. વરસાદને કારણે વાહનચાલકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વચ્ચે લોકો અનાવશ્યક બહાર ન નીકળે તેવી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.




