મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં બે વર્ષ જૂની અદાવતમાં યુવકની હત્યા, આરોપી ઝડપાયો

રાજકોટમાં બે વર્ષ જૂની અદાવતના કારણે એક કરુણ ઘટના બની છે. જલારામ ચોક પાસે 42 વર્ષીય ઘનશ્યામસિં

તસવીર: gstv

રાજકોટમાં બે વર્ષ જૂની અદાવતના કારણે એક કરુણ ઘટના બની છે. જલારામ ચોક પાસે 42 વર્ષીય ઘનશ્યામસિંહ વાઘેલા પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ કરી લીધી છે અને અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં હત્યાના પ્રયાસના કેસમાં સમાધાન ન થવું, પારિવારિક મતભેદ અને અનૈતિક સંબંધની શંકા આ હત્યા પાછળનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો