VIDEO:ટ્રેનમાં લાગેલી આગને અમરનાથના દર્શન કરી આવતા ફાયરના જવાને આ રીતે બુજાવી
હાલ બર્ફાની બાબા અમરનાથની યાત્રા ચાલી રહી છે. ત્યાર સુરત ફાયરબ્રિગેડમાં નોકરી કરતા વિજય જાદવ પ

હાલ બર્ફાની બાબા અમરનાથની યાત્રા ચાલી રહી છે. ત્યાર સુરત ફાયરબ્રિગેડમાં નોકરી કરતા વિજય જાદવ પણ આ પવિત્ર યાત્રાએ ગયા હતા. ત્યાંથી પરત આવતી વખતે સ્વરાજય એક્સપ્રેસ ટ્રેનમાં શનિવાર સવારે 10.05 વાગે કટરા સ્ટેશનથી સ્વરાજ્ય એક્સપ્રેસ (કટરા-બાંદ્રા)માં પરત આવી રહ્યા હતા. તે સમયે જમ્મુતાવી- પઠાનકોટની વચ્ચે બપોરે 1.30 વાગે બી-2 નંબરના એસી કોચમાંથી ધુમાડો દેખાતા યાત્રીઓ ગભરાઇ ગયા હતા. આ અંગે લોકોએ લોકોપાયલટને જાણ કરતા ટ્રેન રોકાઈ ગઈ હતી અને લોકોપાયલટ સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો.લોકોપાયલટથી પરમિશન લીધા બાદ 10 મિનિટમાં તેમણે કોચની નીચે જઈ આગ ફેલાતા રોકી હતી. વિજયની સૂઝબૂઝથી આગ ફેલાય તે પહેલાં જ રોકી લેવાતા લોકોએ હાશકારો લીધો હતો.




