મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના બાપુનગરમાં AMTS બસમાં આગ લાગી, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં AMTS બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે

તસવીર: gstv

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં AMTS બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. D Mart નજીક પસાર થઈ રહેલી AMTS બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બસમાં આગ લાગતા થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ પર કાબૂ મેળવ્યા બાદ વિસ્તારમાં વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત થયો હતો અને ટ્રાફિક પણ સામાન્ય બન્યો હતો.

આ સમાચાર શેર કરો