મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરમાં લાગી આગ

અમરેલી જિલ્લાના રાજુલા પાસે આવેલા છતડીયા ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશ

અમરેલી જિલ્લાના રાજુલા પાસે આવેલા છતડીયા ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ડીઝલ હોવાને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આગની જ્વાળાઓ આસપાસના ખેતરો સુધી પ્રસરી ગઈ હતી. આ ઘટનાને પગલે હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કર ચાલકે તાત્કાલિક રાજુલા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સલામતીના ભાગરૂપે વાહનવ્યવહારને અટકાવી દીધો હતો. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

આ સમાચાર શેર કરો