મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચના દહેજમાં ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી

ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા કંપની પરિસ

તસવીર: gstv

ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા કંપની પરિસરમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ વેરહાઉસમાં સંગ્રહિત ટેક્સટાઇલ યાર્નના મોટા જથ્થામાં અચાનક આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે મોટો આશકારો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. બનાવ અંગે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ નુકસાનની સાચી માહિતી સામે આવશે.

આ સમાચાર શેર કરો