મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખનીજ માફિયાઓ અને અધિકારીઓ વચ્ચે રસ્તા પર ફિલ્મી દ્રશ્યો

સાબરકાંઠામાંથી એક ફિલ્મી દ્રશ્યો સામે આવ્યાં છે. તમે એમ થશે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છ

તસવીર: gstv

સાબરકાંઠામાંથી એક ફિલ્મી દ્રશ્યો સામે આવ્યાં છે. તમે એમ થશે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે કે શું..? દરોડા પાડવા પહોંચેલા ખનીજ વિભાગના અધિકારીઓ અને ખનીજ માફિયાઓ વચ્ચે રોડ પર રીતસરની રેસ જામી હતી. ઈડરના ચાંડપ-હડોલ સાબરમતી નદીના પટમાં રેતી ચોરી ચાલી રહી હતી. દિવસરાત સરકારી તિજોરીની નુકસાન પહોંચતા ખનિજના ચમરબંધીઓએ એટલા બેફામ છે કે રોડ પર ડમ્પરની આ સ્પીડ જોઈને અંદાજો આવી જાય. આગળ રેતી ભરેલું ડમ્પર છે અને પાછળ સરકારી ગાડી. આ ઘટનાએ તો જાણે સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લીધો હતો. સતત બનતી ઘટનાઓ વચ્ચે એવી પણ ચર્ચા છે કે ખનીજ વિભાગ કેટલાક કેસમાં માનીતા  ખનીજ માફીયાઓ સામે ઢીલ આપી દે છે. આ કેસમાં ખીનજ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ છે. પરંતુ બેફામ બનેલા આ ખનીજ માફિયાઓના ડમ્પર જો કોઈ રાહદારીને અડફેટે લે તો શું થાય? સતત વધતી આવ ઘટનાઓથી લોકમૂખે ચર્ચા છે કે ખાઈબદેલ તંત્રને ક્યારેક તો દેખાડો કરવો પડે કો કાર્યવાહી થઈ રહી છે, બાકી સાબરમતીનો પટ તો ખોદાય જ રહ્યો છે.

આ સમાચાર શેર કરો