VIDEO: વડોદરાના સાવલી-ડેસર માર્ગ પર મસમોટા ખાડા પડતા અકસ્માતનો ભય, વાહન ફસાતા રોષ
વડોદરાના સાવલી-ડેસર માર્ગ પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી જતાં અને ભાર

વડોદરાના સાવલી-ડેસર માર્ગ પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી જતાં અને ભારે માલવાહક ટ્રક ફસાઈ જવાની ઘટનાને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાવલીથી ઉદલપુર સુધીનો ૩૬ કિમી લાંબો માર્ગ ૩૮૯ કરોડના ખર્ચે બની રહ્યો છે, પરંતુ હાલ સાવલીથી ડેસર તરફના રસ્તાની હાલત અત્યંત બિસ્માર બનતા રોજિંદા અવરજવર કરતા મુસાફરો અને કર્મચારીઓ પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. રાત્રિના સમયે આ જોખમ વધુ વધી જાય છે. વાહનચાલકો અને સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે માર્ગનું કામ પૂરું થાય ત્યાં સુધી ખાડાઓનું તાત્કાલિક પુરાણ કરવામાં આવે જેથી રસ્તો સલામત બને.




