VIDEO : Suratમાં પિતા-પુત્રની જોડીએ કેશ કંપનીને લગાવ્યો 96 લાખનો ચૂનો, પોલીસે હાથ ધરી તપાસ
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત કેશ મેનેજમેન્ટ કંપનીમાં પિતા-પુત્ર

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત કેશ મેનેજમેન્ટ કંપનીમાં પિતા-પુત્ર દ્વારા લાખો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. કંપનીમાં ઇનચાર્જ તરીકે ફરજ બજાવતા પિતા અને કેશ એક્ઝિક્યુટિવ પુત્રએ મળીને ગ્રાહકોના આશરે 96 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉ કરી લીધા હતા. જ્યારે કંપનીએ પોલીસ ફરિયાદની ચીમકી આપી, ત્યારે પિતા-પુત્રએ ટુકડે-ટુકડે 40 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, પરંતુ બાકીની રકમ ઓહિયા કરી જતા મામલો ગરમાયો હતો. કંપનીના ગુજરાત હેડની ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે. વિઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે તેમ, પોલીસ હવે આ મામલે પિતાની ભૂમિકા અને બાકીના નાણાં ક્યાં સગેવગે કરાયા છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે. આ ઘટનાએ સુરતના વ્યાપારિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

