મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોટાદના ગઢડા-ઢસા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલકનું મોત

બોટાદના ગઢડા - ઢસા રોડ ખોડીયાર ધાર સીએનજી પમ્પ પાસે ગમખ્વાર અકસ્માત સ

બોટાદના ગઢડા - ઢસા રોડ ખોડીયાર ધાર સીએનજી પમ્પ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ટ્રક અને બાઈક વચ્ચેના આ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નિપજ્યું. 

બાઈક ચાલક શિક્ષકનું મોત

ગારિયાધાર તાલુકાના માંડવી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ફરજ પરથી બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો. જેમાં ઘટના સ્થળે જ શિક્ષકનું કરુણ મોત નિપજ્યું. મૃતક બાઇક ચાલક શિક્ષક મૂળ બોટાદના રહેવાસી વિશાલ રમેશભાઈ બારૈયા હોવાનું જાણવામાં આવ્યું છે. મૃતદેહને ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી. 

આ સમાચાર શેર કરો