ખેડૂતોને નકલી બિયારણે ફરીથી રોવડાવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી બિયારણના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ચુડા તાલુકાના ગોખરવાળા ગામ તેમજ આજુબાજ
સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી બિયારણના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ચુડા તાલુકાના ગોખરવાળા ગામ તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે ગવારનું ઉત્પાદન મેળવવા માટે બિયારણની ખરીદી કરવામાં આવી હતી. વાવેતરના સમય અંતરે ફાળ ન આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. જે ગવારના બિયારણ ખરીદી કરવામાં આવ્યું હતું તે ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના આજુબાજુના 212 થી વધુ ખેડૂતો આ બિયારણનું વાવેતર કર્યું છે.




