મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકા જિલ્લામાં GSPL સામે ખેડૂતોનો વિરોધ વકર્યો...વળતર ચૂકવ્યાં વગર કંપની દ્વારા ઉભા પાકમાં જેસીબી મશીન ચલાવાતા વિરોધ

ગુજરાત સ્ટેટ પે

તસવીર: gstv

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનની ગેસ પાઇપલાઇનના કામ વિરુદ્ધ ખેડૂતોનો વિરોધ વકર્યો છે. દાતા, નાના માંઢા અને વડાલીયા સિંહણ સહિતના ગામોમાં ખેડૂતોએ ગઈકાલે પોતાના પાકમાં જેસીબી મશીન ચાલુ કરતા વિરોધ કર્યો હતો. ખેડૂતોએ ખેતરોમાં બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું.ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ એક પણ રૂપિયો વળતર આપ્યા વગર કામ શરૂ કરી દીધું છે. તેમને વળતરની રકમ અંગે કોઈ કાગળ પણ આપવામાં આવ્યો નથી. આ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના ત્રણ તાલુકાના 29 ગામોમાંથી પસાર થવાની છે.

આ સમાચાર શેર કરો