VIDEO: એસ. જયશંકર અને કામિના સ્મિથ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત; કૃષિ, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રે સહયોગ વધારવા પર ચર્ચા

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જમૈકાના વિદેશ મંત્રી કામિના સ્મિથ

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જમૈકાના વિદેશ મંત્રી કામિના સ્મિથ અને અન્ય મંત્રીઓ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. ડૉ. જયશંકરે હરિકેન મેલિસા પછી જમૈકાના પુનઃનિર્માણમાં ભારતના સહયોગ પર ગર્વ વ્યક્ત કરતા ૧૦ ભીષ્મ ક્યુબ્સનું સાંકેતિક વિતરણ કર્યું હતું અને આરોગ્ય માળખાને મજબૂત કરવા ૩૦ ડાયાલિસિસ યુનિટ્સ આપવાની ખાતરી આપી હતી. અગાઉ ભારતીય વાયુસેના દ્વારા ૨૦ ટનથી વધુ રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, શિક્ષણ, પ્રવાસન અને ડિજિટલ ક્ષેત્રે સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. ભારતે જમૈકાને કેરેબિયન ક્ષેત્રમાં વેપાર અને રોકાણ માટે એક મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ હબ અને પ્રવેશદ્વાર તરીકે સ્વીકારીને ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત