મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: દિગ્ગજ અફઘાન ઓલરાઉન્ડરના દીકરાનું ક્રિકેટના મેદાનમાં વિસ્ફોટક પ્રદર્શન

અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીના 19 વર્ષીય પુત્ર હસન ઈસાખિલે ક

તસવીર: gstv

અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીના 19 વર્ષીય પુત્ર હસન ઈસાખિલે ક્રિકેટ જગતમાં પોતાની તોફાની બેટિંગથી સનસનાટી મચાવી દીધી છે. ઉઝબેકિસ્તાન સામે રમાયેલા એક મુકાબલામાં અફઘાનિસ્તાન તરફથી રમતા હસન ઈસાખિલે માત્ર 34 બોલમાં 120 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 16 સિક્સર અને 4 ચોગ્ગા ફટકાર્યાં હતા. એટલે કે 112 રન તો તેણે માત્ર બાઉન્ડ્રીથી જ બનાવી લીધા હતા. ઈસાખિલની આ તોફાની સદી સિવાય તેને કેપ્ટન ઈમરાન મીર સાથે પ્રથમ વિકેટ માટે 60 બોલમાં 181 રનની ભાગીદારી નોંધાવી. જેના જોરે અફઘાનિસ્તાને એ 20 ઓવરમાં 7 વિકેટે 323 રનનો પહાડ ઉભો કર્યો. વિશાળ લક્ષ્યાંક સામે ઉઝબેકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માંડ 124 રન જ બનાવી શકી હતી.

આ સમાચાર શેર કરો