સ્વર્ગ જવું હોય તો પણ નરકના રસ્તે જવું પડે
મહુધા તાલુકાના ધંધોડી ગામે કાચા રસ્તાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા.મહુધા તાલુકાના ધંધોડી ગામથી રુ
મહુધા તાલુકાના ધંધોડી ગામે કાચા રસ્તાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા.મહુધા તાલુકાના ધંધોડી ગામથી રુદણ જતો ટીમલી વિસ્તાર રાજમાર્ગ ખુબ જ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે.અહી આશરે ૨૦ ઘરોની વસ્તી રહે છે. ચોમાસાની ઋતુમાં આ રસ્તાની હાલત ખુબ જ ખરાબ જોવા મળે છે તેને લીધે સ્થાનિક નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે. રસ્તામાં પાણી ભરાતા બાળકોને નિશાળે જવામાં ખુબ મુશ્કેલી પડે છે જેથી તેમનાં અભ્યાસ ઉપર માઠી અસર પડે છે. કોઈ વ્યક્તિ બિમાર પડે તો ૧૦૮ પણ આવી શકે તેમ નથી




