મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પહલગામમાં અમરનાથ યાત્રાનું સમાપન

પહલગામમાં વાર્ષિક અમરનાથ યાત્રાનું ધાર્મિક વિધિ સાથે સમાપન થયું. મહંત દીપેન્દ્ર ગિરીની આગેવાનીમાં છડી મુબારકને પવિત્ર ગુફા

તસવીર: gstv

પહલગામમાં વાર્ષિક અમરનાથ યાત્રાનું ધાર્મિક વિધિ સાથે સમાપન થયું. મહંત દીપેન્દ્ર ગિરીની આગેવાનીમાં છડી મુબારકને પવિત્ર ગુફા સુધી લઈ જવામાં આવી. ગુફામાં પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા. યાત્રાના અંતિમ તબક્કામાં પહલગામમાં લિદ્દર નદીના કિનારે છડી મુબારકનું વિસર્જન કરવામાં આવ્યું. આ સાથે આ વર્ષની અમરનાથ યાત્રાની તમામ મુખ્ય ધાર્મિક વિધિઓ પૂર્ણ થઈ. આ વર્ષે 4.80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી હોવાનું શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડે જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો