મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

બંગાળમાં ચૂંટણી હિંસા: બસંતીમાં ભાજપ-TMC સમર્થકો વચ્ચે લોહિયાળ જંગ, સબ-ઈન્સ્પેક્ટરનું માથું ફૂટ્યું

VIDEO: પશ્ચિમ બંગાળના દક્ષિણ ચોવીસ પરગણાના બસ

VIDEO: પશ્ચિમ બંગાળના દક્ષિણ ચોવીસ પરગણાના બસંતી વિસ્તારમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસસમર્થકો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસમાં પોલીસ કર્મીને માથાના ગંભીર ઈજા થઈ હતી

પશ્ચિમ બંગાળની બસંતી બેઠકના ભાજપ ઉમેદવાર વિકાસ સરદારે 29મી એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે બસંતી બજાર વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં હતા. ત્યારે TMC સમર્થકો દ્વારા તેમના પ્રચારનો વીડિયો રેકોર્ડિંગ કરવાનો કથિત વિરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતે ઉગ્ર દલીલ શરૂ થઈ અને તે ટૂંક સમયમાં અથડામણમાં ફેરવાઈ ગઈ.પોલીસે ભીડને વિખેરવા અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા દરમિયાનગીરી કરી ત્યારે પરિસ્થિતિ વધુ વણસી હતી.

અથડામણમાં સબ-ઈન્સ્પેક્ટર સૌરવ ગુહાને માથામાં ઈજા પહોંચી હતી અને તેમને અનેક ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત અન્ય પોલીસ કર્મચારીઓ અને રાજકીય કાર્યકરોને પણ માર મારવામાં આવ્યો હતો. વ્યસ્ત રસ્તા પર લાઠીચાર્જ અને પીછો કરવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.ઘટના અંગે પોલીસે આઠ વ્યક્તિઓની અટકાયત કરી છે. જોકે, તેમની રાજકીય ઓળખ અંગે અધિકારીઓએ વિગતો આપી નથી. બંને પક્ષોએ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.  

આ સમાચાર શેર કરો