મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઈરાન સાથે આરપારની લડાઈના મૂડમાં ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ઈરાન ફરીથી વાટાઘાટોના ટેબલ પર નહીં આવે,

તસવીર: gstv

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ઈરાન ફરીથી વાટાઘાટોના ટેબલ પર નહીં આવે, તો આવતા સપ્તાહે અમેરિકા તેના મહત્ત્વના પુલો અને પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે સતત ચોથા દિવસે સામસામે સૈન્ય કાર્યવાહી અને ગોળીબાર થઈ રહ્યો છે. આ અગાઉ એપ્રિલ મહિનામાં પણ ટ્રમ્પે ઈરાનની નાગરિક માળખાગત સુવિધાઓ પર બોમ્બમારો કરવાની ધમકી આપી હતી, જેના પર સંયુક્ત UNના માનવાધિકાર પ્રમુખ વોલ્કર તુર્કે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,  આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નાગરિક સુવિધાઓ પર હુમલો કરવો એ યુદ્ધ અપરાધ  ગણાય છે.

આ સાથે જ અમેરિકન વાટાઘાટકારોએ ઈરાનને સ્પષ્ટ અને આખરી સંદેશો આપી દીધો છે કે તેઓ કાં તો શાંતિથી સમજૂતી કરી લે અથવા તો યુદ્ધની સ્થિતિમાં દેશમાં કંઈ જ બચશે નહીં.

આ સમાચાર શેર કરો