VIDEO: Botad / ચૂંટણીમાં કારમા પરાજય બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયાએ આપ્યું રાજીનામું
બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયાએ પક્ષના નબળા
બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયાએ પક્ષના નબળા પ્રદર્શનની નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. બોટાદ જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને બે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ તેમણે આ નિર્ણય લીધો છે. હિંમતભાઈએ પ્રદેશ મોવડી મંડળને રાજીનામું સુપ્રત કરી એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, હારની જવાબદારી સ્વીકારી તેઓ પદ ત્યાગી રહ્યા છે, પરંતુ આગામી સમયમાં પક્ષ જે પણ નવી નિમણૂક કરશે તેમની સાથે એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે જોડાઈને કોંગ્રેસને મજબૂત કરવા કાર્યરત રહેશે.



