મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અપ્રમાણસર મિલકત કેસ: આરોપી કેતકી વ્યાસને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી જેલ મોકલાયા

અપ્રમાણસર મિલકતના કેસમાં સંડોવાયેલા આરોપી કેતકી વ્યાસને અમદ

તસવીર: gstv

અપ્રમાણસર મિલકતના કેસમાં સંડોવાયેલા આરોપી કેતકી વ્યાસને અમદાવાદની સ્પેશિયલ એસીબી  કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. કોર્ટના જેલ વોરંટના આધારે તેમને સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલામાં એસીબી દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી. તપાસ એજન્સીનું તારણ હતું કે મોટાભાગની તપાસ દસ્તાવેજી પુરાવા આધારિત છે, આરોપીની હાજરીમાં સીલ કરાયેલ ફ્લેટનું સર્ચ અને જરૂરી પૂછપરછ પૂરી થઈ ગઈ છે. આગામી તપાસ માટે આરોપીની કસ્ટડીની જરૂર ન હોવાથી કોર્ટે આ આદેશ કર્યો છે.

આ સમાચાર શેર કરો