મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બિહારની રાજધાની પટનામાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સતર્ક: પૂરની સ્થિતિ પહોંચી વળવા વિધિવત કામગીરી

બિહારની રાજધાની પટનામાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વ

તસવીર: gstv

બિહારની રાજધાની પટનામાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા રાજ્યની પૂરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. નદીઓમાં પૂરના કારણે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકો પ્રભાવિત થયા છે, જેમને રાહત પહોંચાડવા તંત્ર દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરપીડિતો સુધી રાહત સામગ્રી પહોંચાડવા માટે ફૂડ પેકેટનું વિતરણ શરુ કરી દેવાયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય છે તેમજ પીડિતો માટે રાહત શિબિરો અને ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો