મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરબ સાગરના મોજાં વચ્ચે ભડકેશ્વર મહાદેવના દર્શને ઉમટ્યા શિવભક્તો

યાત્રાધામ દ્વારકા એટલે આસ્થા અને આધ્યાત્મિકતાની પવિત્ર ભૂમિ. અહીં

તસવીર: gstv

યાત્રાધામ દ્વારકા એટલે આસ્થા અને આધ્યાત્મિકતાની પવિત્ર ભૂમિ. અહીં ભગવાન દ્વારકાધીશના દર્શનની સાથે અરબ સાગરના કિનારે આવેલા પૌરાણિક ભડકેશ્વર મહાદેવના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો મંદિરે પહોંચી ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. વિશાળ અરબ સાગરના મોજાં વચ્ચે બિરાજમાન ભડકેશ્વર મહાદેવ મંદિર પોતાની પૌરાણિકતા અને પ્રાકૃતિક સૌંદર્ય માટે આગવી ઓળખ ધરાવે છે. દરિયાના મોજાંનો મધુર નાદ, ઠંડો પવન અને મહાદેવની ભક્તિથી સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે.

આ સમાચાર શેર કરો