મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: લેહમાં અરબઈન જુલૂસ યોજાયો ભવ્ય

લદ્દાખના લેહમાં મુહર્રમના 40 દિવસ પૂર્ણ થતાં અરબઈન નિમિત્તે ભવ્ય ધાર્મિક જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી

તસવીર: gstv

લદ્દાખના લેહમાં મુહર્રમના 40 દિવસ પૂર્ણ થતાં અરબઈન નિમિત્તે ભવ્ય ધાર્મિક જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જુલૂસમાં ભાગ લઈને ઈમામ હુસૈન અને કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધાર્મિક નારા અને માતમ સાથે શ્રદ્ધાળુઓએ શાંતિ, ભાઈચારા અને માનવતાનો સંદેશ આપ્યો હતો. જુલૂસ શહેરના નિર્ધારિત માર્ગો પરથી પસાર થયો હતો, જ્યાં સુરક્ષાની દૃષ્ટિએ પોલીસ અને પ્રશાસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. અરબઈન ઇસ્લામના શિયા સમુદાય માટે અત્યંત પવિત્ર અવસર માનવામાં આવે છે અને દર વર્ષે વિશેષ શ્રદ્ધા સાથે તેની ઉજવણી કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો