મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: આસામમાં PM મોદીની ગર્જના: "ભાજપ-NDA લગાવશે વિજયની હેટ્રિક, કોંગ્રેસ માટે આ સદીની સૌથી મોટી હાર!"

VIDEO: વડાપ્રધાનમ

સોર્સ: GSTV

VIDEO: વડાપ્રધાનમોદીએ આસામમાં ભાજપ સરકારના છેલ્લા દસ વર્ષને સેવા અને સુશાસનનો યુગ તરીકે વર્ણવ્યો છે. ગોગામુખ અને બિશ્વનાથમાં જાહેર રેલીઓને સંબોધતા પીએમ મોદીએ આસામમાં ભાજપ-એનડીએની વિજયની હેટ્રિક થવાનોનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

 પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આગામી ચૂંટણી કોંગ્રેસના સ્વ-ઘોષિત રાજકુમાર માટે સદીની સૌથી મોટી હાર સાબિત થશે. તેમણે કોંગ્રેસને સ્વતંત્ર ભારતમાં ભ્રષ્ટાચારનું મૂળ કારણ ગણાવી.તેમણે કોંગ્રેસ પાર્ટી પર આસામની ઓળખ અને સુરક્ષા સાથે રમત રમવાનો આરોપ લગાવ્યો.

વડાપ્રધાને આસામમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પ્રતિજ્ઞા લીધી અને પૂર તથા જમીન ધોવાણ વિરુદ્ધ લડવા માટે વધારાના 18 હજાર કરોડ રૂપિયાની યોજનાઓની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ભાજપ જે કહે છે તે કરે છે.આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ નઝીરામાં રેલી કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને બેવડી ગુલામીની સરકાર કહીને આકરી ટીકા કરી હતી.

આ સમાચાર શેર કરો