VIDEO / દીકરી દુઆને છોડીને દિલજીત દોસાંઝનો કોન્સર્ટ માણતી જોવા મળી દીપિકા પાદુકોણ
બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બેંગલુરુમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં તેની પુત્રી દુઆ અને પતિ રણ

બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બેંગલુરુમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં તેની પુત્રી દુઆ અને પતિ રણવીર સિંહ વિના પહોંચી હતી, તે તાજેતરમાં 'સિંઘમ અગેઈન'માં જોવા મળી હતી. કેટલાક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તે સ્ટાર સિંગર દિલજીત દોસાંઝ સાથે તેના કોન્સર્ટમાં સ્ટેજ પર જોરદાર ડાન્સ કરી રહી છે. સિંગરે એક્ટ્રેસના ખૂબ વખાણ પણ કર્યા. દીકરી દુઆના જન્મ પછીથી બ્રેક પર રહેલી દીપિકા માતા બન્યા બાદ પહેલીવાર કોઈ ઈવેન્ટમાં જોવા મળી હતી. હવે દીપિકા પાદુકોણ અને દિલજીત દોસાંઝ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
આ પણ વાંચો: VIDEO: પુષ્પા-2ની સ્ક્રિનિંગ દરમિયાન મહિલાના મોત મામલે અલ્લુ અર્જુનને કહ્યું, ‘શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના'
સિંગર-એક્ટર દિલજીત દોસાંઝની ટીમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, '@diljitdosanjh X @deepikapadukone #Bangalore.' આ વીડિયો દિલજીત નાગીત 'લવર'નો છે. વીડિયોમાં દીપિકા તેના મિત્રો સાથે કોન્સર્ટમાં ડાન્સ કરતી અને મસ્તી કરતી જોઈ શકાય છે. સફેદ ટોપ અને જીન્સમાં તૈયાર થયેલી એક્ટ્રેસ ભાંગડા કરતી જોવા મળે છે જ્યારે દિલજીત સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો છે.
દિલજીતે દીપિકાના વખાણ કર્યા
એક વીડિયોમાં દીપિકા અને દિલજીત 'લવર' ગીત પર એકસાથે ડાન્સ કરતા જોવા મળે છે, જ્યારે સિંગરે તેની સાથે તેનું હિટ ટ્રેક 'હસ હસ' પણ ગાયું હતું. સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દીપિકા તેને કેટલીક કન્નડ લાઈન્સ શીખવતી જોવા મળે છે, જેના પર દર્શકો તેના માટે તાળીઓ પાડે છે. બાદમાં દિલજીત એક્ટ્રેસના વખાણ કરે છે અને કહે છે, 'મોટા પડદા પર જોયેલી સૌથી સુંદર એક્ટ્રેસ આજે આપણી વચ્ચે છે. પોતાના દમ પર તેણે બોલિવૂડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. તમને ગર્વ હોવો જોઈએ, અમને બધાને ગર્વ છે.'
દીપિકા પાદુકોણ મેટરનિટી લીવ માણી રહી છે
દીપિકા છેલ્લે નાગ અશ્વિનની 'કલ્કી 2898 એડી'માં પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સાથે અને તે બાદ 'સિંઘમ અગેઈન'માં જોવા મળી હતી. 'કલ્કી 2898 એડી'માં, તેણીએ SU-M80 નામની સગર્ભા સ્ત્રીની ભૂમિકા ભજવી હતી. આ સાયન્સ-ફિક્શન ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. તેણે રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેઈન'માંશક્તિ શેટ્ટીની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ, દીપિકા અને રણવીરે તેમની પુત્રી દુઆનું સ્વાગત કર્યું. પુત્રીના જન્મ બાદથી તે મેટરનિટી લીવ પર છે.






