VIDEO: પુષ્પા-2ની સ્ક્રિનિંગ દરમિયાન મહિલાના મોત મામલે અલ્લુ અર્જુનને કહ્યું, ‘શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના'
ટોલિવૂડ આઈકોન સ્ટાર અલ્લુ અર્જુનની 'પુષ્પા-2' ફિલ્મનો ગઈકાલે બુધવારની રાત્

ટોલિવૂડ આઈકોન સ્ટાર અલ્લુ અર્જુનની 'પુષ્પા-2' ફિલ્મનો ગઈકાલે બુધવારની રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પ્રીમિયમ શો રાખવામાં આવ્યો હતો. ત્યારે ફેન્સને મળવા માટે અલ્લુ અર્જુન ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભીડ એકઠા થઈ હતી અને નાસભાગ મચી હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે નવ વર્ષનો બાળક બેભાન થઈ ગયો હતો. સમગ્ર મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધમાં કેસ નોંધાયો છે. આ સાથે સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
જે બાદ 'પુષ્પા-2' ફેમ અભિનેતા અલ્લુ અર્જુનએ આજે તેમના ફેસબૂક એકાઉન્ટ પર એક ભાવુક વીડિયો શેર કરી શોક વ્યક્ત કર્યો હતો.
અલ્લુ અર્જુનએ વીડિયોમાં કહ્યું કે, “સંધ્યા થિયેટરમાં બનેલી દુ:ખદ ઘટનાથી હ્રદય સ્તબ્ધ. આ અકલ્પનીય મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું તેમને ખાતરી આપવા માંગુ છું કે તેઓ આ દર્દમાં એકલા નથી અને હું વ્યક્તિગત રીતે પરિવારને મળીશ. અભિનેતા અલ્લુ અર્જુન કહે છે "આ દુઃખના સમયમાં હું તેમને આ પડકારજનક પ્રવાસમાંથી પસાર થવામાં મદદ કરવા માટે તમામ શક્ય સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છું."
શું હતી સમગ્ર ઘટના?
બુધવારની (ચોથી ડિસેમ્બર) રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુની ફિલ્મ 'પુષ્પા-2'નો પ્રીમિયર શો યોજાયો હતો. જ્યારે ચાહકોને સાંભળવા મળ્યું હતું કે અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવાના છે તો મોટી સંખ્યામાં ચાહકો પોતાના મનપસંદ અભિનેતાને જોવા માટે ઊમટી પડ્યા હતા, ત્યારે દિલસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ તેમના બે બાળકો 9 વર્ષીય તેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોવા આવી હતી.
આ દરમિયાન ત્યાં નાસભાગ મચી જતા રેવતી અને તેમનો નવ વર્ષનો બાળક નાસભાગમાં બેભાન થયાં હતા. આ પછી પોલીસે તરજ મા-દીકરાને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેમાં ડૉક્ટરે રેવતીને મૃત ઘોષિત કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવાયો છે.








