મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણામાં લોડિંગ વાહનમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી

મહેસાણામાં સ્કૂલના વિદ્યાર્થીઓની સલામતી સામે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓને

તસવીર: gstv

મહેસાણામાં સ્કૂલના વિદ્યાર્થીઓની સલામતી સામે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓને નિયમ વિરુદ્ધ કોમર્શિયલ લોડિંગ વાહનમાં બેસાડી મુસાફરી કરાવવામાં આવી હતી. વાહનમાં ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓને ભરવામાં આવતા તેમના જીવ જોખમમાં મુકાયા હતા. ઘેટાં-બકરાંની જેમ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવતા દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. જો આ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે મોટો પ્રશ્ન છે. કોના કહેવાથી અને કયા કારણોસર વિદ્યાર્થીઓને લોડિંગ વાહનમાં મુસાફરી કરાવવામાં આવી તેની તપાસ જરૂરી બની છે. ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ભંગ બદલ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો