મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચાંદીપુરા વાયરસથી મહેસાણામાં પ્રથમ મોત: 4 વર્ષીય બાળકીએ દમ તોડ્યો

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાતાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો

તસવીર: gstv

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાતાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.... બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની માત્ર ૪ વર્ષીય સગીર બાળકી ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવી ગઈ હતી. બાળકીને ગંભીર હાલતમાં વડનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. માસુમ બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો