VIDEO: સોશિયલ મીડિયામાં કાગડાએ મચાવી ધૂમ, લોકો સાથે કરે છે વાતો
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા ગામ નજીક ગારગાંવ આવેલું છે. જ્યાં એક પરિવારને મળેલું કાગડાનું બચ્ચું આજ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા ગામ નજીક ગારગાંવ આવેલું છે. જ્યાં એક પરિવારને મળેલું કાગડાનું બચ્ચું આજે તેમના પરિવારનો સભ્ય બની ગયો છે. મજાની વાત એ છે આ કાગડો માણસ ની જેમ મરાઠી ભાષામાં બોલે છે. પરિવાર દ્વારા કાગડાને 'કાળિયા'નામ આપવામાં આવ્યું છે. પરિવાર કાગડાને જે કાઈ પણ પૂછે તેનો પ્રત્યુત્તર કાગડો આપે છે. માનવજાતથી દૂર રહેનારી આ કાગડાની જાત પણ હવે પ્રેમની ભાષા શીખી ગઈ છે. બોલતા કાગડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા કાગડા સાથે વાતો કરવા લોકોએ ગારગાંવમાં દોડ મૂકી છે. હવે કાગડો બોલતો થયો એટલે સમજી લેજો ભલે કાગડા બધે કાળા પણ કાગડાના મનમાં માણસ પ્રત્યે માયા જરૂર હોય છે.




