મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સિદ્ધપુરમાં શ્રાવણ માસે સરસ્વતી જળ માટે કાવડિયાઓની ભીડ

શ્રાવણ માસના પ્રારંભ સાથે સિદ્ધપુરમાં શિવભક્તિનો માહોલ છવાયો છે. પવિત્ર સરસ્વતી નદીના કિના

તસવીર: gstv

શ્રાવણ માસના પ્રારંભ સાથે સિદ્ધપુરમાં શિવભક્તિનો માહોલ છવાયો છે. પવિત્ર સરસ્વતી નદીના કિનારે આવેલા અરવડેશ્વર, બ્રહ્માંડેશ્વર, વાલ્કેશ્વર, વટેશ્વર અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરોના સાનિધ્યમાં કાવડિયાઓ જળ લેવા ઉમટી રહ્યા છે. સિદ્ધપુર સહિત પાટણ, હારીજ, ચાણસ્મા, બહુચરાજી, વિરમગામ, મહેસાણા, વિજાપુર, વિસનગર, પાલનપુર અને લાખણી સહિતના ૪૫૦થી વધુ ગામોના યુવકો પગપાળા કાવડયાત્રા યોજે છે. સરસ્વતીમાં પાણી ન હોવાથી અંબાજીના કોટેશ્વર નજીકના ઝરણામાંથી જળ લાવી વિવિધ શિવાલયોમાં જળાભિષેક કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો