મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: ભારે ભીડ વચ્ચે મરીન ડ્રાઈવ પર ફેન્સે એમ્બ્યુલન્સને કરી આપ્યો રસ્તો

શનિવારે T-20 ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસથી આજે એટલે કે ગુરૂવારે ટીમ ઈન્ડિયા પરત આવી હતી. જે બાદ મુંબઈના નરીમાન પોઈન્ટ

શનિવારે T-20 ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસથી આજે એટલે કે ગુરૂવારે ટીમ ઈન્ડિયા પરત આવી હતી. જે બાદ મુંબઈના નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન રૂફ બસમાં વિક્ટ્રી પરેડ યોજાઈ હતી. આ પરેડને લઈને માનવ મહેરામણ ઉમટ્યું હતું. મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી ચક્કાજામના દ્દશ્યો સામે આવ્યા હતા. ત્યારે આ દરમિયાન ફેન્સે એમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

વિશ્વવિજેતા ટીમ ઈન્ડિયાની ઝલક નિહાળવા ચાહકોનું ઘોડાપૂર ઊમટ્યું હતું

વિશ્વવિજેતા ટીમ ઈન્ડિયાની વિકટ્રી પરેડ જોવા માટે મુંબઈના મરીન ડ્રાઈવ પર ચાહકોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. લાખોની સંખ્યામાં ઊમટેલા ચાહકો વિશ્વવિજેતા ટીમ ઈન્ડિયાની ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પરિણામે  મરીન ડ્રાઇવથી વાનખેડે સ્ટેડિયમ સુધી પગ મૂકવાની પણ જગ્યા દેખાતી નહોતી.  આ દરમિયાન ત્યાંથી એક એમ્બ્યુલન્સ નીકળી હતી. ત્યારે લાખોની ભીડ વચ્ચે ફેન્સે એમ્બ્યુલન્સને ત્યાંથી પસાર થવા માટે જગ્યા કરી આપી હતી. જેની સૌકોઈ પ્રશંસા કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો