VIDEO: સી.આર. પાટીલે નવસારી જિલ્લાની મુલાકાત લીધી
કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે તાજેતરના પૂર બાદ નવસારી જિલ્લાની મુલાકાત લઈ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા

કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે તાજેતરના પૂર બાદ નવસારી જિલ્લાની મુલાકાત લઈ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી પૂરમુક્ત નવસારી માટે કાયમી એક્શન પ્લાન બનાવવાની વાત કરી હતી. પાટીલે ભક્તાશ્રમ શાળા ખાતેના રાહત કેમ્પની મુલાકાત લઈ પૂરપીડિતોના ખબરઅંતર પૂછ્યા હતા અને તંત્રની વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, પૂર્વ તૈયારીઓના કારણે 11થી 12 હજાર લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડી શકાયા હતા. પાટીલે ખાતરી આપી કે ભવિષ્યમાં નવસારીમાં પૂરનું પાણી ન ઘૂસે તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવશે.




