મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Ahmedabad / ઈન્ડિયા કોલોનીમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, પાયાની સુવિધાઓના મુદ્દે પરિવર્તનનો હુંકાર

અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસોમાં હવે રાજકીય માહોલ ગરમાયો છ

અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસોમાં હવે રાજકીય માહોલ ગરમાયો છે. અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં કોંગ્રેસ દ્વારા ઝંઝાવાતી પ્રચારના ભાગરૂપે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક રહીશો જોડાયા હતા. રેલી દરમિયાન વિસ્તારની ચાલીઓમાં રોડ-રસ્તા અને પાયાની સુવિધાઓનો અભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ આ સ્થાનિક જનતાના પાયાના પ્રશ્નોને હલ કરવાની ખાતરી આપી હતી. પ્રચારના અંતિમ તબક્કે કોંગ્રેસે ઈન્ડિયા કોલોની વિસ્તારમાં પોતાની આખી પેનલની જીતનો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો છે. જનતાના સમર્થન સાથે પરિવર્તનનો દાવો કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો