મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં 4થી 5 કરોડના ખર્ચે બનેલી PGVCLની નવી કચેરીઓનું બે મહિનેય ઉદ્ઘાટન ન થતા કોંગ્રેસનો વિરોધ

રાજકોટના જામનગર રોડ ઉપર PGV

તસવીર: gstv

રાજકોટના જામનગર રોડ ઉપર PGVCL દ્વારા કરોડોના ખર્ચે માધાપર અને બેડીનાકા સબ-ડિવિઝનની નવી કચેરીઓ બનાવવામાં આવી છે. અંદાજે 4થી 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બિલ્ડિંગને બે મહિનાનો સમય થવા આવ્યો છતાં હજુ સુધી ઉદ્ઘાટન ન થતાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અગ્રણીઓએ અલગ-અલગ બેનરો સાથે PGVCL કચેરી ખાતે પહોંચીને તાત્કાલિક નવી ઓફિસો શરૂ કરવાની માંગ સાથે અધિકારીઓને રજૂઆત કરી હતી. સમગ્ર મામલે PGVCL અધિકારીએ જણાવ્યું હતું કે સિવિલ કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ અન્ય નાનાં-મોટાં કામ બાકી છે. આ કામ પૂર્ણ થયા બાદ આગામી 15થી 20 દિવસમાં બંને નવી કચેરીઓ શરૂ કરી દેવામાં આવશે.

આ સમાચાર શેર કરો