મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં એક સપ્તાહ બાદ ફરી મેઘરાજાની પધરામણી

રાજકોટ જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યાર

તસવીર: gstv

રાજકોટ જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામ ખાતે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અષાઢ માસના છેલ્લા દિવસે મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે. વરસાદના કારણે ખરીફ પાકના વાવેતરને પણ મોટો ફાયદો થવાની શક્યતા છે. ખાસ કરીને ખેતરોમાં ભેજ જળવાઈ રહેતા પાકના વિકાસમાં મદદ મળશે.

આ સમાચાર શેર કરો