મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં મંજૂરી વગર સ્થળ ફેરફાર કરતી બે શાળાઓને બંધ કરવા નોટિસ જારી કરવામાં આવી

રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગે મંજૂરી વગર સ્થળ ફેરફાર ક

તસવીર: gstv

રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગે મંજૂરી વગર સ્થળ ફેરફાર કરતી શાળાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ન્યૂ ફ્લોરા સ્કૂલ અને અંબિકા સ્કૂલને બંધ કરવા માટે ડીઈઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. બંને શાળાઓના સરકારી રેકોર્ડમાં દર્શાવાયેલું સરનામું અલગ હતું, જ્યારે વાસ્તવમાં અન્ય સ્થળે શિક્ષણ કાર્ય ચાલતું હતું. ન્યૂ ફ્લોરા સ્કૂલ પાસે ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોવાથી મનપા દ્વારા અગાઉ સીલ કરાઈ હતી. ત્યારબાદ સંચાલકોએ મંજૂરી વિના સ્થળ બદલી નાખ્યું હતું. હવે ડીઈઓએ કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો