મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં પંચરની દુકાનમાં ઘુસી ગયેલા કોબ્રાએ ફેલાવ્યો ડર, આ રીતે કરાયું રેસ્ક્યું

સુરતમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ જમીનમાં રહેલા સરીસૃપો બહાર નીકળી રહ્યાં છે. સાપ

સુરતમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ જમીનમાં રહેલા સરીસૃપો બહાર નીકળી રહ્યાં છે. સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલી એક પંચરની દુકાનમાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો. પંચરની દુકાનમાં છુપાઈને બેઠેલા ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યું કરાયું હતું. પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયરે સાપનું રેસ્ક્યું કર્યું હતું. ખૂબ જ ઝેરી કોબ્રા સાપને એકથી દોઢ કલાક કરતા વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં સુરક્ષિત જગ્યાએ સાપને મુક્ત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો