મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO / બ્રિટિશ સિંગર ક્રિસ માર્ટિને ગાયું 'વંદે માતરમ', કોન્સર્ટમાં જીત્યા ભારતીયોના દિલ

રવિવારે અમદાવાદમાં કોલ્ડપ્લેના ફ્રન્ટમેન ક્રિસ માર્ટિને તેના કોન્સર્ટ દરમિયાન ભારતીયોના દિલ જીતી લી

રવિવારે અમદાવાદમાં કોલ્ડપ્લેના ફ્રન્ટમેન ક્રિસ માર્ટિને તેના કોન્સર્ટ દરમિયાન ભારતીયોના દિલ જીતી લીધા. તેના પરફોર્મન્સ દરમિયાન, તેણે 'વંદે માતરમ' અને 'મા તુઝે સલામ' ગાયા અને 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. તેના પરફોર્મન્સથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા, જેના પછી સમગ્ર કોન્સર્ટ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું.

આ પણ વાંચો: કોલ્ડપ્લેના કોન્સર્ટમાં બુમરાહની સરપ્રાઇઝ વિઝિટ, ક્રિસ માર્ટિને કહ્યું- 'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર!'

ભારત માતાને સલામ સાથે કોન્સર્ટનો અંત થયો

ક્રિસ માર્ટિને ભારત માતાને સલામ સાથે કોન્સર્ટનું સમાપન કર્યું અને બધાને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી. પોતાના કોન્સર્ટ દરમિયાન બીજી એક ખાસ ક્ષણમાં, ક્રિસે ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહને એક સુંદર ગીત સમર્પિત કર્યું. માર્ટિને મજાકમાં સ્વીકાર્યું કે જસપ્રીત બુમરાહએ પોતાની પેસ બોલિંગથી જે રીતે અંગ્રેજી બેટિંગ લાઈન-અપને તોડી પાડી તે તેને ગમ્યું નહીં. તેણે કહ્યું, "હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર! બેસ્ટ બોલર ઈન ક્રિકેટ વર્લ્ડ."

ક્રિસ માર્ટિન હિન્દીમાં સંબોધન કર્યું

અમદાવાદ કોન્સર્ટમાં, પ્રેક્ષકોનો ઉત્સાહ બમણો થઈ ગયો જ્યારે ક્રિસે હિન્દીમાં કહ્યું, "લાઈવ સ્ટ્રીમ પર અમને જોઈ રહેલા બધાને નમસ્તે." તેણે આગળ કહ્યું, "તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે, તમે અમને પરફોર્મ કરવાની તક આપી, અમે ખૂબ ખુશ છીએ." શનિવારે ક્રિસે ફેન્સને ગુજરાતીમાં પણ સંબોધન કર્યું હતું. આ કારણે ભારતીય દર્શકોમાં તેમની લોકપ્રિયતા વધી રહી છે.

હોટસ્ટાર પર લાઈવ-સ્ટ્રીમિંગ

ડિઝની પ્લસ હોટસ્ટાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરાયેલા વીડિયોમાં કોલ્ડપ્લેના ફ્રન્ટમેન ક્રિસને ગીત ગાતો જોઈ શકાય છે. રવિવારનો શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. અગાઉ, ભારતીય સિંગર જસલીન રોયલે ક્રિસ માર્ટિન સાથે સ્ટેજ પર બેન્ડના લેટેસ્ટ આલ્બમ મૂન મ્યુઝિકનું 'વી પ્રે' નામનું ડ્યુઓ સોંગ ગાયું હતું.

આ સમાચાર શેર કરો