VIDEO: મુખ્યમંત્રીએ કર્યું સ્માર્ટ કાર્ડ વિતરણ
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે ચેન્નાઈના પેરમ્બુર મતવિસ્તારના લાભાર્થીઓ માટે નવા સ્માર્ટ ફેમિલી રેશનકાર્ડ વિતરણ કાર્યક્

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે ચેન્નાઈના પેરમ્બુર મતવિસ્તારના લાભાર્થીઓ માટે નવા સ્માર્ટ ફેમિલી રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરાવી છે. એક વિશેષ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના હસ્તે અનેક પરિવારોને આ આધુનિક સ્માર્ટ રેશનકાર્ડ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ સ્માર્ટ કાર્ડના માધ્યમથી જાહેર વિતરણ પ્રણાલી માં વધુ પારદર્શિતા આવશે અને ગરીબ પરિવારો સુધી અનાજ તેમજ અન્ય સામગ્રી સરળતાથી પહોંચાડી શકાશે. આ યોજના હેઠળ નકલી કાર્ડ નાબૂદ થશે અને લાયક લાભાર્થીઓને જ લાભ મળશે. કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા




