VIDEO: ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો આતંક: ૨ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને

ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. કઠલાલના સીરાની મુવાડી ગામના 4 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જણાતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ICUમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ કપડવંજના સાલોડ ગામના એક વર્ષના બાળકમાં પણ સમાન લક્ષણો નોંધાતા જિલ્લામાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. બંને બાળકોના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ શરૂ કરી આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સ અને સઘન દેખરેખ હાથ ધરી છે.




