મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડાની લાકડાની કંપનીમાં ભીષણ આગ, ફાયર સેફ્ટી પર સવાલો

ખેડાના કનેરા ગામની સીમમાં આવેલી આસાન અને અરિહંત એન્ટરપ્રાઇઝ નામની લાકડાના દરવાજા બનાવ

તસવીર: gstv

ખેડાના કનેરા ગામની સીમમાં આવેલી આસાન અને અરિહંત એન્ટરપ્રાઇઝ નામની લાકડાના દરવાજા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. કંપનીમાં 100થી વધુ કારીગરો હાજર હોવા છતાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આગ લાગ્યા બાદ સંચાલકોએ સમયસર ફાયર વિભાગને જાણ કરવાને બદલે મજૂરો પાસે સામાન્ય સાધનોથી આગ ઓલવવાનો પ્રયાસ કરાવ્યો હતો. બાદમાં ખેડા, અસલાલી અને નડિયાદની ફાયર ટીમોએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.  

આ સમાચાર શેર કરો